menu

Tuesday, 8 March 2016

Ms university Exame Date

🌐M.S.UNIVERSITY 🚂

🖥⌨CCC EXAM LIST & HALLTICKET AVAILABLE DATE 11 & 12 MARCH 2016👇🏿

🖥HALL TICKET OF 11 MARCH🔻

🕵http://msubaroda.ac.in/news.php?action=download_file&file_id=3891

🖥HALL TICKET OF 12 MARCH🔻

🕵http://msubaroda.ac.in/news.php?action=download_file&file_id=3892
🖥TO DOWNLOAD HALLTICKET 🔻

🕵http://ccc.msubaroda.ac.in/MSUCCC/Hall.aspx

Epf par tax nahi lage

💥🌊🌀EPF પર ટેક્ષઃ સરકારે પ્રસ્તાવ પાછો ખેંચ્યોઃ અરૂણ જેટલીની જાહેરાત

🌀સરકાર સામે વિરોધ વંટોળ ઉઠતા યુ-ટર્ન લીધોઃ નાણામંત્રી જેટલી દ્વારા આજે લોકસભામાં મહત્વની જાહેરાતઃ કોંગ્રેસ, આપ, મજુર સંગઠનો વગેરેએ નોકરીયાત વર્ગને લાગતા આંચકા સામે વિરોધ નોંધાવ્યો'તોઃ બજેટમાં ૪૦ ટકા ઉપર ઇપીએફ ઉપાડ પર ટેકસ ઝીકાયો હતો

 
🌀ઇપીએફ પર ટેકસ લગાવનાર મોદી સરકાર હવે પોતાનો ફેંસલો પાછો ખેંચી લીધો છે.. વિપક્ષ તરફથી સતત થઇ રહેલા વિરોધ બાદ સરકારે યુ-ટર્ન લીધો છે. આજે લોકસભામાં નાણામંત્રી અરૂણ જેટલી નિવેદન આપી આ બાબતે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. એવુ જાણવા મળે છે કે, વડાપ્રધાનએ નાણામંત્રીને આ મામલે ફેરવિચારણા કરવા જણાવ્યુ હતુ. એવામાં આજે અરૂણ જેટલી સંસદમાં આ પ્રસ્તાવ પરત ખેંચવાની જાહેરાત કરી હતી.

🌀ગઇકાલે કોંગ્રેસે સરકારના ફેંસલાના વિરોધમાં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
  

🌀અત્રે એ નોંધનીય છે કે, બજેટમાં પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો કે, ૪૦ ટકાથી ઉપર ઇપીએફ ઉપાડવા ઉપર ટેકસ લાગશે. એપ્રિલથી જમા ૬૦ ટકા જમા રકમ પર ટેકસ લાગશે. જો કે પેન્શન સ્કીમમાં નિવેષ ઉપર ટેકસ નહી લાગે.
  
🌀વધુમાં ૧પ૦૦૦ રૂા.થી મહિનાની ઓછી આવકવાળા પર ટેકસ નહી લાગે. સરકારનું કહેવુ હતુ કે, માત્ર ૬૦ ટકા લોકો ઉપર બોજો આવશે. સરકાર પાસે હવે વિકલ્પ છે કે, ટેકસ ફ્રી પીએફનો દાયરો વધારવામાં આવે, એપ્રિલથી જમા રકમના માત્ર વ્યાજ ઉપર ટેકસ ઉપરાંત માલિકના યોગદાન પર દોઢ લાખની હદ હટાવવી.
  
🌀આ સમગ્ર મામલે ભારે વિરોધ ઉઠયો છે. સરકાર આજે પ્રસ્તાવ પાછો ખેંચે છે કે પછી ફેરબદલ કરે છે તે જોવાનુ રહ્યુ. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પણ સરકારના આ ફેંસલાનો વિરોધ કર્યો હતો. બીજી તરફ મજુર સંગઠનોએ પણ આ અંગે નારાજગી વ્યકત કરી હતી અને સરકારને નિર્ણય પાછો ખેંચવા જણાવ્યુ હતુ. ગઇકાલે કોંગ્રેસે જંતર-મંતર ખાતે ઉગ્ર દેખાવો કરી સરકાર વિરૂધ્ધ નારેબાજી કરી હતી. કોંગ્રેસની સાથે વિવિધ કર્મચારી સંગઠનો પણ જોડાયા હતા.
 
🌀 ર૯મીએ રજુ કરેલા બજેટ બાદ ઇપીએફનો ૬૦ ટકા હિસ્સો અને તેના વ્યાજ ઉપર ટેકસ લગાવવાનો વિરોધ થઇ રહ્યો છે. સરકાર તરફથી થયેલા નિવેદનોને કારણે ભ્રમની સ્થિતિ બની છે. ઇપીએફમાંથી કાઢવામાં આવેલી રકમ પર અત્યાર સુધી ટેકસ લાગતો નહોતો.

Birth certificate sudhari na sakay

Pragna mate agatyani tips

પ્રજ્ઞા શાળાઓના પ્રજ્ઞા વર્ગોમાં આટલું તો જોઈએ જ............................

૧. વર્ગખંડની ગોઠવણી:
·વર્ગખંડમાં છાબડી ૪ ફૂટથી વધારે ઊંચી ન હોવી જોઈએ તેમજ બાકીની તમામ વસ્તુઓ તેથી નીચે હોવી જોઈએ.
·વર્ગની તમામ વસ્તુઓ યોગ્ય રીતે ગોઠવાયેલ હોવી જોઈએ.
·બાળકો માટે પાથરણાંની વ્યવસ્થા હોવી જોઈએ. (પાથરણાં શાળા પર્યાવરણ ગ્રાન્ટમાંથી ખરીદવાં.)
·જરૂરી તમામTLM ધરાવતું TLM બોક્ષ વર્ગમાં યોગ્ય જગ્યાએ હોવું જોઈએ.
·ડિસ્પ્લે બોર્ડ યોગ્ય રીતે ગોઠવાયેલ હોવાં જોઈએ અને તેમાં બાળકોની કૃતિઓ દેખાવી જોઈએ.
·બાળકોના ૩, ૪ અને ૫ નંબરના જૂથમાં બાળકોની મદદ માટે ઝંડી હોવી જોઈએ.
·વર્ગની તમામ વસ્તુઓ બાળકોની પહોંચમાં હોવી જોઈએ.
·લેડર જે તે વિષયના ઘોડા પાસે જ હોવી જોઈએ.
·વાચન, લેખન અને ગણનના વધારે મહાવરા માટે સ્વઅધ્યયનપોથી ઉપરાંત સ્લેટ, સ્વનિર્મિત સામગ્રી, ઝેરોક્ષ વગેરેનો ઉપયોગ થવો જ જોઈએ.
·શિક્ષક આવૃત્તિ અને પ્રગતિમાપન રજીસ્ટર શિક્ષકની બેઠક પાસે હાથવગાં હોવાં જોઈએ.
·શિક્ષકની બેઠક ૧ નંબરની છાબડી પાસે બાળકોનાં જૂથ સાથે નીચેહોવી જોઈએ.
·વર્ગની તમામ જગ્યાનો ઉપયોગ બાળકોની પ્રવૃત્તિઓ માટે જ કરવાનો હોવાથી વર્ગમાં કોઈ જ પ્રકારની બિનજરૂરી વસ્તુઓ ન હોવી જોઈએ.
·વર્ગમાં ટેબલ-ખુરસી ન હોવાં જોઈએ.

૨. પ્રગતિમાપન રજીસ્ટર:

·પ્રગતિમાપન રજીસ્ટર શિક્ષકની બેઠકની બાજુમાં હોવું જોઈએ.
·બાળકના કાર્ડનું કાર્ય પૂર્ણ થાય તેસમયે જ પ્રગતિમાપન રજીસ્ટરમાં તેની નોંધ થઇ જવી જોઈએ.
·વર્ગનાં મહત્તમ બાળકો જુદાં-જુદાં કાર્ડ પર કામ કરતાં હોય, તે સ્થિતિ પ્રગતિમાપન રજીસ્ટર પર પણ દેખાવી જોઈએ.
·પ્રગતિમાપન રજીસ્ટર પર બાળકની જે કાર્ડ સુધી નોંધ હોય, તે પછીનું કાર્ડ બાળક પાસે હોવું જોઈએ.
·ધોરણ ૨નાં જે બાળકો ધોરણ ૧માં હોય, તેમની પાસે ધોરણ ૧નાં કાર્ડ હોવાં જોઈએ અને તેવાં બાળકોની નોંધ ધોરણ ૧ના પ્રગતિમાપન રજીસ્ટર પર અથવા અલગ ચોપડામાં કરવી. તેવું જ ધોરણ ૪ માટે સમજવું. 

૩. અભ્યાસકાર્ડ(કાર્ડ)નો ઉપયોગ અને જાળવણી:

·તમામ બાળક પાસે અલગ અલગ અભ્યાસકાર્ડ હોવું જોઈએ.
·વર્ગનાં તમામ બાળકો ટ્રેમાંથી જાતે જ કાર્ડ લઇ, તેમાં દર્શાવેલ TLM લઇ શિક્ષકનું માર્ગદર્શન મેળવી કાર્ડમાં દર્શાવેલ સિમ્બોલ મુજબ યોગ્ય જૂથમાં બેસી શકવા જોઈએ.
·બાળક પાસે રહેલા અભ્યાસકાર્ડ પર દર્શાવેલ TLM બોક્ષ પર જે TLM બતાવેલ હોય, તે TLM બાળક પાસે હોવાં જ જોઈએ.
·ધોરણ ૨નાં જે બાળકો ધોરણ ૧માં હોય, તેમને ધોરણ ૧નાં માત્ર અગત્યના કાર્ડ જ આપવા. તેવું જ ધોરણ ૪નાં જે બાળકો ધોરણ ૩માં હોય, તેમના માટે સમજવું.
·તમામ અભ્યાસકાર્ડ એક સાથે ટ્રેમાં ન મૂકી દેતાં જરૂર મુજબનાં કાર્ડ જ મુકવાં, જેથી ટ્રેમાં કાર્ડ વધી ન જાય અને બાળકોને કાર્ડ લેવામાં સરળતા રહે. (ધોરણનું સૌથી આગળનું બાળક જયારે નવા માઈલસ્ટોન પર આવે, ત્યારે જ નવા માઈલસ્ટોનનાં કાર્ડ મુકવાં અનેજયારે તમામ બાળકો જે માઈલસ્ટોન પૂર્ણ કરી દે, તે માઈલસ્ટોનનાં કાર્ડ લઇ લેવાં.)
·અભ્યાસકાર્ડ ફાટી ન જાય, બગડી ન જાય કે ખોવાઈ ન જાય, તેની કાળજી રાખવી.
·અભ્યાસકાર્ડ સહિત તમામ સાહિત્ય નવું જ ઉપયોગમાં લેવું.

૪. સ્વઅધ્યયનપોથી અને ગૃહકાર્ય બુક:

·સ્વઅધ્યયનપોથી તમામ બાળકો માટે હોવી જોઈએ.
·સ્વઅધ્યયનપોથીની કામગીરી બાળકના અભ્યાસકાર્ડની સાથે જ ચાલવી જોઈએ એટલે કે સ્વઅધ્યયનપોથીમાં પ્રગતિમાપન રજીસ્ટરની ટીક મુજબ બાળકની કામગીરી દેખાવી જોઈએ.
·તમામ બાળકોને એક સાથે સ્વઅધ્યયનપોથી આપી કામગીરી ન જ થવી જોઈએ.
·સ્વઅધ્યયનપોથી વર્ગમાં યોગ્ય જગ્યાએ ધોરણવાર અને વિષયવાર ગોઠવાયેલ હોવી જોઈએ.
·બાળક જયારે સ્વઅધ્યયનપોથીનું કાર્ય પૂર્ણ કરે કે તરત જ શિક્ષકે તેની કામગીરી ચકાસી સ્વઅધ્યયનપોથીના તમામ પેજ પર ટૂંકી સહી કરવી અને બાળકને પ્રોત્સાહિત કરવા સ્માઇલી, સ્ટાર વગેરે જેવા સિમ્બોલ આપવા.
·સ્વઅધ્યયનપોથીમાં ચોકડી કે નેગેટીવ માર્કિંગ કરવું નહિ. જરૂર જણાયે પેન્સિલનો ઉપયોગ કરવો, જેથી તેવું માર્કિંગ દૂર કરી સારું માર્કિંગ કરી શકાય.
·બાળક જયારે સ્વઅધ્યયનપોથીનું કાર્ય પૂર્ણ કરે ત્યારે તેની સ્વઅધ્યયનપોથીના ત્રીજા કવરપેજ પર રહેલ લેડરમાં પણ ટીક થઇ જવી જોઈએ.
·સ્વઅધ્યયનપોથી બાળકને ઘરે લઇ જવા આપવાની નથી.
·ધોરણ ૩ અને ૪માં જયારે ગૃહકાર્યનું કાર્ડ આવે ત્યારે ગૃહકાર્યબુક (ગુજરાતીમાં વાચનમાળા, ગણિતમાં પાકું કરીએ અને પર્યાવરણમાં જાતે શીખીએ) બાળકને ઘરે લઇ જવા આપવી તથા ગૃહકાર્ય પૂર્ણ થયે પરત મગાવી કામગીરી ચકાસવી.
·ગૃહકાર્યની બુક તમામ બાળકોને એક સાથે આપી કામગીરી ન જ થવી જોઈએ.

૫. પોર્ટફોલિઓ અને પ્રોફાઈલ:
·તમામ બાળક માટે પોર્ટફોલિઓ બેગ હોવી જોઈએ તથા વર્ગમાં યોગ્ય રીતે ગોઠવાયેલ હોવી જોઈએ. (પોર્ટફોલિઓ બેગ પ્રજ્ઞા શિક્ષક ગ્રાન્ટમાંથી ખરીદવી.)
·તમામ બાળકની પોર્ટફોલિઓ બેગમાં તેણે કરેલ પ્રવૃત્તિના ઘણા નમુના હોવા જ જોઈએ.
·તમામ બાળકની પ્રોફાઈલ બનાવી તેમાં તેમની સામાન્ય માહિતી ઉપરાંત તેમના રસનાં ક્ષેત્રો, ખામી

Monday, 7 March 2016

About Me

Hi Friends
My Name: vijay patel
I M Upper Primary (s.s) Teacher
Contact me (9825555088) whts app


Saturday, 27 June 2015

TET exam syllabus

🌊GYANSAGAR GROUP🌊

🌊SYLLABUS DETAILS OF HTAT EXAM IN PRIMARY SCHOOL
🌅HTAT primary exam detail :-

🔸રાજ્ય ની પ્રાથમિક શાળા માં આચાર્ય ની ભરતી માટે HTATપરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે..શિક્ષણકાર્ય ને વધુ સારી રીતે ન્યાય આપી શકાય એ હેતુથી 🌷Headteachers Aptitude Test દ્વારા પ્રાથમિક વિભાગ ના આચાર્ય ની પસંદગી કરવાની સરકાર ની જોગવાઈ આવાકાર્દાયક અને પ્રશંશનીય પગલું છે .

☔જેનું માળખું નીચે મુજબ છે.

👉પરીક્ષાની તેયારી માટે માળખા પ્રમાણે તૈયારી કરી શકાય.
➡આ પરીક્ષા બે વિભાગ માં લેવાશે, જેમાં તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે.
🅾વિભાગ ૧
➡૭૫ ગુણ
💠વિભાગ ૨
➡૭૫ ગુણ
➡કુલ ગુણ ૧૫૦
⏰સમય ૧૨૦ મિનીટ
🎓વિભાગ ૧ (ત્રણ પેટા વિભાગ છે..)
1⃣ સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નો

🔹 ભારતીય બંધારણ, મૂળભૂત હક્કો અને ફરજો

🔸 રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું
🔹 ગણિત, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ
🔸 ખેલકૂદ અને રમતો
🔹સંગીત અને કળા
🔸 રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ૨૦૦૫ (આર ટી આઈ)
🔹 ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ (આર ટી આઈ)
🔸 મહાન વિભૂતિઓ (દેશ) વર્તમાન પ્રવાહ, અને આનુસંગિક બાબતો
🌊 GYANSAGAR GROUP 🌊
2⃣ વહીવટી સંચાલન :

🔹 ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગનું માળખું અને તેની કચેરીઓનું કાર્ય તેમજ આંતર સંબંધો.
🔸 ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭
🔹 ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૯
🔸 ગુજરાત શૈક્ષણિક સંસ્થા (નિયમન) અધિનિયમ ૧૯૮૪
🔹 ગુજરાત શૈક્ષણિક સંસ્થા (પૂર્વ પ્રાથમિક, અને પ્રાથમિક શીક્ષંક તાલીમ કોલેજ) નિયમો ૧૯૮૪
🔸 નેશનલ કોઉંનશીલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ ૧૯૯૩
🔹 શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ , શિક્ષણમાં નુતન પ્રવાહો, શિક્ષણ સુધારણા , અને પહેલ (રાજ્ય અને દેશ કક્ષાએ)
🔸 રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા ૨૦૦૫
🔹 અન્ય પ્રાથમિક શિક્ષણ પીટીસી અને બીએડ ના અભ્યાસક્રમ મુજબ

3⃣ મેથડો લોજી અને એજ્યુકેશન સાયકોલોજી

🔸 રીઝનીંગ એબીલીટી અને લોજીકલ રીઝનીંગ , ડેટા ઇન્ટર પ્રિતેશન સાથે
🌊 GYANSAGAR GROUP🌊
💦વિભાગ – ૨
➡આ વિભાગ માં પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવશે. પરંતુ તેના કઠિનતા મુલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ ૯ અને ૧૦) પ્રમાણે રહેશે. પરંતુ દરેક વિષયનું ગુણ ભારાંક સમાન રહે તે જરૂરી નથી.
😳(આ કસોટી માં બંને વિભાગ માં જુદા જુદા ઓછા માં ઓછા ૫૦ ટકા ગુણ અને બંને મળી ઓછા માં ઓછા ૬૦ ટકા મેળવેલ હશે. તો જ પાસ ગણાશે. અનામત ઉમદેવાર માટે ૫૫ ટકા ગુણ મેળવીને ઉર્તીણ થવાનું રહેશે.)


🌊 GYANSAGAR GROUP 🌊



Posted Vijay patel
WELL COME TO EDUCATION WORLD

Well Come to Education World