menu

Tuesday 8 March 2016

Epf par tax nahi lage

💥🌊🌀EPF પર ટેક્ષઃ સરકારે પ્રસ્તાવ પાછો ખેંચ્યોઃ અરૂણ જેટલીની જાહેરાત

🌀સરકાર સામે વિરોધ વંટોળ ઉઠતા યુ-ટર્ન લીધોઃ નાણામંત્રી જેટલી દ્વારા આજે લોકસભામાં મહત્વની જાહેરાતઃ કોંગ્રેસ, આપ, મજુર સંગઠનો વગેરેએ નોકરીયાત વર્ગને લાગતા આંચકા સામે વિરોધ નોંધાવ્યો'તોઃ બજેટમાં ૪૦ ટકા ઉપર ઇપીએફ ઉપાડ પર ટેકસ ઝીકાયો હતો

 
🌀ઇપીએફ પર ટેકસ લગાવનાર મોદી સરકાર હવે પોતાનો ફેંસલો પાછો ખેંચી લીધો છે.. વિપક્ષ તરફથી સતત થઇ રહેલા વિરોધ બાદ સરકારે યુ-ટર્ન લીધો છે. આજે લોકસભામાં નાણામંત્રી અરૂણ જેટલી નિવેદન આપી આ બાબતે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. એવુ જાણવા મળે છે કે, વડાપ્રધાનએ નાણામંત્રીને આ મામલે ફેરવિચારણા કરવા જણાવ્યુ હતુ. એવામાં આજે અરૂણ જેટલી સંસદમાં આ પ્રસ્તાવ પરત ખેંચવાની જાહેરાત કરી હતી.

🌀ગઇકાલે કોંગ્રેસે સરકારના ફેંસલાના વિરોધમાં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
  

🌀અત્રે એ નોંધનીય છે કે, બજેટમાં પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો કે, ૪૦ ટકાથી ઉપર ઇપીએફ ઉપાડવા ઉપર ટેકસ લાગશે. એપ્રિલથી જમા ૬૦ ટકા જમા રકમ પર ટેકસ લાગશે. જો કે પેન્શન સ્કીમમાં નિવેષ ઉપર ટેકસ નહી લાગે.
  
🌀વધુમાં ૧પ૦૦૦ રૂા.થી મહિનાની ઓછી આવકવાળા પર ટેકસ નહી લાગે. સરકારનું કહેવુ હતુ કે, માત્ર ૬૦ ટકા લોકો ઉપર બોજો આવશે. સરકાર પાસે હવે વિકલ્પ છે કે, ટેકસ ફ્રી પીએફનો દાયરો વધારવામાં આવે, એપ્રિલથી જમા રકમના માત્ર વ્યાજ ઉપર ટેકસ ઉપરાંત માલિકના યોગદાન પર દોઢ લાખની હદ હટાવવી.
  
🌀આ સમગ્ર મામલે ભારે વિરોધ ઉઠયો છે. સરકાર આજે પ્રસ્તાવ પાછો ખેંચે છે કે પછી ફેરબદલ કરે છે તે જોવાનુ રહ્યુ. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પણ સરકારના આ ફેંસલાનો વિરોધ કર્યો હતો. બીજી તરફ મજુર સંગઠનોએ પણ આ અંગે નારાજગી વ્યકત કરી હતી અને સરકારને નિર્ણય પાછો ખેંચવા જણાવ્યુ હતુ. ગઇકાલે કોંગ્રેસે જંતર-મંતર ખાતે ઉગ્ર દેખાવો કરી સરકાર વિરૂધ્ધ નારેબાજી કરી હતી. કોંગ્રેસની સાથે વિવિધ કર્મચારી સંગઠનો પણ જોડાયા હતા.
 
🌀 ર૯મીએ રજુ કરેલા બજેટ બાદ ઇપીએફનો ૬૦ ટકા હિસ્સો અને તેના વ્યાજ ઉપર ટેકસ લગાવવાનો વિરોધ થઇ રહ્યો છે. સરકાર તરફથી થયેલા નિવેદનોને કારણે ભ્રમની સ્થિતિ બની છે. ઇપીએફમાંથી કાઢવામાં આવેલી રકમ પર અત્યાર સુધી ટેકસ લાગતો નહોતો.

No comments:

WELL COME TO EDUCATION WORLD

Well Come to Education World