menu

Innovation

નાટક દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાનના મુદ્દા સમજાવવાની પદ્ધતિ
રાવલ ધૃતિ એસ, બેટી પ્રા. શાળા,  નેશનલ હાઈવે 8બી, કુવાડવાથી આગળ, તા.જિ. રાજકોટના શિક્ષિકાને સમસ્યા હતી કે તેમના વિદ્યાર્થીઓને કેટલાક વિષયાંગ, જેવાકે પોષક તત્વો અને તેમના સ્ત્રોતો, સૂર્યમંડળની રચના, વગેરે યાદ રાખવામાં તકલીફ થતી હતી.પરંતુ તેમને ગીત, નાટક, વગેરે જેવી પ્રવૃતિઓ ગમે છે. આ જ મુદ્દા જો નાટકો દ્વારા વિદ્યાર્થીઓને શીખવવામાં આવે, તો તેમને સરળતાથી યાદ રહી શકે છે. આથી, શિક્ષિકાએ કેટલાક વિષયાંગને રજુ કરવા માટે નાટક તેમજ સંવાદ તૈયાર કર્યા છે.

શિક્ષિકાએ આ વિષયોને રજુ કરતા નાટક તૈયાર કર્યા. દા.ત. એક નાટકમાં તેમણે કેટલાક વિદ્યાર્થીઓને પસંદ કરી, તેઓને પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ્સ, વિવિધ વિટામિન્સ, વગેરેના સ્વાંગમાં રજુ કર્યા. આ પોષક તત્વોને તેમના લક્ષણો, તેમના સ્ત્રોતો તેમજ દૈનિક આહારમાં તેમના મહત્વને લગતા સંવાદ પણ આપવામાં આવ્યા હતા. આમ, આ વિષય તમામ વિદ્યાર્થીઓ સમક્ષ નાટક સ્વરૂપે રજુ કરવામાં આવ્યો. આ પ્રયોગના પરિણામે વિદ્યાર્થીઓને જે-તે વિષયાંગ યાદ રાખવામાં સરળતા રહે છે. તેઓ આ વિષય-વસ્તુ સહેલાઈથી અને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે.

પ્રિય એસ.એમ.સી. સભ્યો, આ એક શીખવા શીખવવાની પદ્ધતિનું ઉદાહરણ  છે. આપ પણ શિક્ષકોને સુચન કરી શકો છો કે અલગ પદ્ધતિ જેવી કે નાટક, ગીત અથવા ક્વીઝ રમાડીને વિદ્યાર્થીઓને ગુજરાતી, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના  સરળતાથી મુદ્દા શીખવાડી શકાય.
વિવિધ નવતર પ્રયોગ જાણકારી માટે નીચેની લિંક પર ક્લિક કરો.
લિંક : http://www.teachersastransformers.org/video
#teachersinnovation

No comments:

WELL COME TO EDUCATION WORLD

Well Come to Education World